Home News Update My Gujarat સુરત નજીક મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોનો...

સુરત નજીક મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોનો જીવ અદ્ધર…

0

Published By : Aarti Machhi

અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને આજે અકસ્માત નડ્યો હતો. મુસાફરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી મુસાફરોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઇ પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહત અનુભવી હતી. રેલવે વિભાગને અકસ્માતની જાણ કરવામાં આવતા ટેક્નિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. હાલ તો રેલવેની ટેક્નિકલ ટીમ તપાસ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા.પ્રાથમિક તપાસમાં ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા જાણવા મળ્યું છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/SyOCcu7YoiSuGDMx.mp4

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં રેલવે વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદથી મુંબઇ જઇ રહેલી અને મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી છે. જેને લઈને મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version