Home Bharuch 78માં સ્વાતંત્ર્ય દિવસની ભરુચ નગર પાલિકા ખાતે ઉજવણી…

78માં સ્વાતંત્ર્ય દિવસની ભરુચ નગર પાલિકા ખાતે ઉજવણી…

0

Published By : Aarti Machhi

ભરૂચ નગર પાલિકા ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.ભરૂચ નગર પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું હતું.જેમાં ગત વર્ષે નર્મદા નદીમાં આવેલ પૂરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ નગરપાલિકાની મદદે આવી હતી. જે સંસ્થાઓને પ્રશસ્તિપત્રઆપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાલિકાના મુખ્યઅધિકારી હરેશ અગ્રવાલ,ઉપ પ્રમુખ અક્ષપ પટેલ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,વિવિધ શાખાના ચેરમેન, વિપક્ષના સભ્ય સમશાદ અલી સૈયદ,પાલિકાના અધિકારીઓ,કર્મચારીઓ તેમજ શહેરની વિવિધ એન.જીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તો ભરૂચ શહેર મામલતદાર દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને સારી અને ઝડપી કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version