Published By : Disha PJB
સુરતમાં વહુએ સાસુંને મારમારવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જોકે આ વિડિઓ સામે આવતા જ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયો ડીંડોલી વિસ્તારનું હોવાનું માનવામાં આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ સગુન સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ સાથે તેમની પત્નીનો ઝઘડો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પત્ની દ્વારા વારંવાર સંપત્તિની માંગણી કરી પરિવારના લોકો સાથે ઝઘડો કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.
વહુએ સાસુને સંપત્તિના ઝઘડાને લઈ માર મારવાનો ચાલુ કરી દીધો હતો. પરિવારના સભ્યોની સામે જ વહુએ સાસુ પર એક બાદ એક તમાચા માર્યા હતા. તે સમય દરમિયાન પરિવારના એક સભ્યએ આ વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. હાલ આ મામલે જ્ઞાનેશ્વર પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રો માહિત અનુસાર ફરિયાદી જ્ઞાનેશ્વર પાટીલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છેકે, તેમના પત્ની સાથે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રોપર્ટી ને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.તે ઉપરાંત તેમની પત્ની દહેજ માંગવાનો ખોટા કેસ કરવાની ધમકી પણ આપી હતી. જે બાબતને લઈને વારંવાર ઝઘડો થતો હતો.ત્યારબાદ તેણે જે મકાનમાં અમે રહીએ છીએ તે તેના નામ ઉપર કરી દેવા માટે દબાણ કર્યું હતું.જ્ઞાનેશ્વર થોડા દિવસો અગાઉ પોતાના વતને ગયા હતા તે દરમિયાન તેમની પત્નીએ તેમની માતાને માર માર્યો હતો.અને આ વાતની જાણ થતા જ તેઓ સુરત દોડી આવ્યા હતા. જોકે આ પહેલા પણ આ વાતને લઈને પરિવાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હતું. તેમ છતાં તેમની પત્ની દ્વારા વારંવાર સાસુને હેરાનગતિ કરવામાં આવતી હતી.
હાલ આ મામલે ડિંડોલી પોલીસ વધુ તાપસ કરી રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, પરિવારની વહુ કઈ રીતે પોતાની સાસુને માર મારી રહી છે. અને ફરિયાદી પોતાની પત્નીને છોડાવવા રહ્યા છે.અને બંને ઝાપઝપી પણ કરી રહ્યા છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.