Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરત શહેરમાં 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાની શરુઆત... શિક્ષણ...

સુરત શહેરમાં 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાની શરુઆત… શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ

Published by : Rana Kajal

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરતના જુલેલાલ મંદિર સામે રામનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. કોરોનાની મહામારીમાં આ યોજના બંધ થઈ હતી પરંતુ હવે ફરીથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ સુરતમાં કરાવવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે સાથે રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. મહત્વની વાત કહી શકાય કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને ઓછામાં ઓછુ એક સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security