- 62 વર્ષીય બ્રેઇન્ડેડ મહિલાનું અંગદાન કરાયું.
સુરત સિવિલ હોસ્પિટલમાં 62 વર્ષીય બ્રેઇન્ડેડ મહિલાની 2 કિડની,1 લીવરનું દાન કરવામાં આવ્યું છે.
સુરતની 62 વર્ષીય મહિલા મનુબેનની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બ્રેઇન્ડેડ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.સિવિલ હોસ્પિટલના તબીબોએ પરિવારને સમજ આપી બ્રેઈનડેડ મહિલાનું અંગદાન કરાવવા માટે રાજી કર્યા હતા. પરિવારે અંગદાન કરવા મંજૂરી આપ્યા બાદ મહિલાના કિડની,લીવર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ મોકલવામા આવ્યા હતા. જેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં IKD સેન્ટરમાં સ્ટોરેજ કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં 13મું અંગદાન કરવામાં આવ્યું હતું. બ્રેઈનડેડ મહિલાના કિડની,લીવરથી અન્યને નવજીવન મળશે.




