Home Gujarat Government સુરત STના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં…

સુરત STના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં…

0
  • વિવિધ માંગણીઓ સંદર્ભે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

સુરત ST ના કર્મચારીઓને આજદિન સુધી ગ્રેડ નહિ વધતા, મોંઘવારી ભથ્થું નહિ મળતાં કર્મચારીઓમાં નારજગી જોવા મળી હતી જેથી તેઓ દ્વારા આજરોજ કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજદિન સુધી STના કર્મચારીઓનો ગ્રેડ નહિ વધતા, મોંઘવારી ભથ્થું નહિ મળતાં, કાયમ કરવા સહિતની માંગણીઓ જેવા અનેક મુદ્દાઓને લઈને કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે તે ઉપરાંત એસટી કર્મચારીઓ ડ્રાઈવર-કંડક્ટરમાં પણ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ  આ મુદ્દે એસટીના કર્મચારીઓ દ્વારા જ્યારે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સરકારે 10 સપ્ટેમ્બર સુધીની બાંહેધરી આપી હતી. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.

આજરોજ પુનઃ એકવાર સુરત ST ના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને જો માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી ૨૩મી સપ્ટેમ્બરથી એક સાથે માસ સી એલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. અને  22 સપ્ટે.ની  મધરાતથી સુરત STની 500 બસનાં પૈડાં થંભી જશે તેમ પણ જણાવ્યું હતું.જેમાં ૪૫૦ બસની સરેરાશ ૧૨૦૦ જેટલી ટ્રિપ રદ થઈ જશે.એસટી બસનાં પૈડાં થંભી જતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડશે.

આ બાબતે ગુજરાત ST વિભાગના પ્રદેશ પ્રમુખ અનિલ કુમાર નિશાદએ જણાવ્યુંકે, અમારા ST ના કર્મચારીઓને 16000 હજાર પગાર આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના અને અન્ય કર્મચારીઓ 19,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. અમારા કામદારોને ફક્ત 17% મોંઘવારી આપવામાં આવે છે. અને  સરકારી કર્મચારીઓને 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. ત્યારે અમારા કર્મચારીઓને પણ પૂરેપૂરું 34 ટકા આપવામાં આવે ST ના કર્મચારીઓને લાઈટ લાઇન ઓવર ટાઈમ અને અન્ય ભથ્થાઓ એ 25 વર્ષ જુના છે.એટલે પાંચમા પગાર પંચ મુજબ છે.તો અમને લાઈટ લાઇન ઓવર ટાઈમ અને SL અન્ય ભથ્થાઓ 7માં પગાર પંચમાં સમાવિષ્ટ કરવામાં આવે. તે ઉપરાંત વર્ગ ૪ ના કર્મચારીઓને હજી સુધી બોનસ આપવામાં આવતું નથી જે પણ આપવા માંગ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું કે, તે ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરોને ગ્રેડ પેમાં ઘણો તફાવત છે. આવી અનેક માંગણીઓને લઈને આખા ગુજરાતમાં 18 જેટલા વિભાગો છે.અને 135 જેટલા બસ ડેપો છે.એમાં 45 હજાર જેટલા બસના કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓ સોમ, મંગળ,બુધ,સુધી કાળી પટ્ટી બાંધી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version