Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) સૈયદ અલી શાહ ગિલાનીનું બે માળનું મકાન જપ્ત...

સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) સૈયદ અલી શાહ ગિલાનીનું બે માળનું મકાન જપ્ત કર્યું….

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને મંગળવારે પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી (JeI)ની 122.89 કરોડ રૂપિયાની 19 મિલકતો અને ભૂતપૂર્વ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બે માળનું મકાન જપ્ત કર્યું હતું. આ કાર્યવાહી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)ની ભલામણ પર કરવામાં આવી હતી જે ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહી છે. ગિલાનીનું આ ઘર શ્રીગઢના બરજુલા વિસ્તારમાં આવેલું છે. SIAએ આ જ વિસ્તારમાં એક અન્ય રહેણાંક મકાનને પણ જપ્ત કર્યું છે.


અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘર JEI દ્વારા 1990ના દાયકામાં ખરીદાયું હતું અને તે ગિલાની (JEI)ના નામે નોંધાયેલું હતું. ગિલાની 2000ની શરૂઆતમાં આ જ ઘરમાં રહેતા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના મૃત્યુ બાદ ઘરનો ઉપયોગ JEIના અમીર (મુખ્ય)ના નિવાસસ્થાન તરીકે કરવા લાગ્યા. SIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય અલગતાવાદી ગતિવિધિઓ માટે ધનની ઉપલબ્ધતાને રોકવાનો છે. આ સાથે જ ભારતની સાર્વભૌમત્વ માટે રાષ્ટ્રવિરોધી તત્વો અને આતંકવાદી નેટવર્કની સમગ્ર વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં ઘણી હદ સુધી ફન્ડિંગના જોખમને ખતમ કરી દેશે. સાથે જ એવા સમાજની સ્થાપનામાં પણ મદદ મળશે જ્યાં કોઈ ભય ન હોય.


SIAએ 188 સંપત્તિઓની ઓળખ કરી. SIA એ કેન્દ્રશાસિત પ્રદેશમાં JEI ની 188 મિલકતોની ઓળખ કરી છે જેને આગળની કાનૂની કાર્યવાહી માટે સૂચિત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું કે આ કાર્યવાહી બટમાલૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસનું પરિણામ છે. SIA આ મામલાની તપાસ કરી રહી છે. આ પગલાનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના નેટવર્કને તોડી પાડવાનો છે જેઓ ભારતની સાર્વભૌમત્વ માટે ખતરો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security