Published by : Rana Kajal.
ટી-20 મહિલા વર્લ્ડ કપ 2023 વચ્ચે સ્મૃતિ મંધાના માટે ફરી એક વાર મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મહિલા પ્રીમિયર લીગમાં સૌથી મોંઘી ખેલાડી બન્યા બાદ સ્મૃતિ મંધાના રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટન બની ગઈ છે. આઈપીએલમાં બેંગ્લોરની ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસએ આ જાહેરાત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના પર હરાજી દરમિયાન પ્રથમ બોલી લાગી હતી અને તે સૌથી મોંઘી ખેલાડીઓની લિસ્ટમાં પણ નંબર 1 પર છે. તેની સાથે મહિલા પ્રીમિયર લીગમાં કેપ્ટન તરીકેની પસંદ થનાર પણ પહેલી ખેલાડી બની છે.13 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મહિલા પ્રીમિયર લીગની પ્રથમ હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની હતી.બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ તેને 3.4 કરોડમાં ખરીદી હતી. તેને ખરીદવા માટે તમામ ફ્રેન્ચાઈઝીમાં ઉત્સુકતા જોવા મળી હતી. પણ અંતે બેંગ્લોરે ઊંચી બોલી લગાવી તેને ખરીદી લીધી હતી. આઈસીસી ટી-20 રેકિંગમાં તે ત્રીજા સ્થાને છે, જ્યારે વનડે રેકિંગમાં તે 7માં સ્થાને છે.