Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeUncategorizedહરિયાણાની જેમ હવે ગુજરાતમાં પણ ઝીરો બજેટ ખેતી.. કુરુક્ષેત્રની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

હરિયાણાની જેમ હવે ગુજરાતમાં પણ ઝીરો બજેટ ખેતી.. કુરુક્ષેત્રની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ..

હરિયાણાની જેમ હવે ગુજરાતમાં પણ ઝીરો બજેટ ખેતી કરવામાં આવશે. કુરુક્ષેત્રની મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેને લઈને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલની સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. કુરુક્ષેત્રના ગુરુકુળમાં પ્રાકૃતિક ખેતીના મોડલ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હરિયાણાના CM સાથે વિસ્તારથી આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના મોડલને જાણવા માટે ગુરુકુળ કુરુક્ષેત્ર પહોંચ્યા હતા.ગુજરાતના રાજ્યપાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ, હરિયાણાના વીજળી મંત્રી, હરિયાણા સરકારના કૃષિ તથા કિસાન કલ્યાણ વિભાગના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓ વચ્ચે પ્રાકૃતિક ખેતી પર ઊંડાણથી વાતો કરવામાં આવી હતી. જેના પછી ગુરુકુળના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત કરી ત્યાં ઉગાડવામાં આવી રહેલા પ્રાકૃતિક પાક અંગે ઝીણવટથી અવલોકન કરવામાં આવ્યું હતું.

twitter.com

જણાવી દઈએ કે હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી માટે પહેલાથી જ ખેડૂતો માટે લોક પ્રલોભન જાહેરાતો કરી ચૂકી છે. રાજ્યમાં ઝીરો બજેટ ખેતી કરનારા અને એક ગાય ખરીદનારા ખેડૂતોને 25000 રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે. કુરુક્ષેત્ર ઝીરો બજેટ ખેતીના મામલે આખા દેશમાં ગુરુકુળની ભૂમિકા ભજવી રહ્યું છે. જિલ્લાના ગામ કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવી રહી છે. હરિયાણા સિવાય બીજા રાજ્યો પણ આ વિધિ જાણવા માટે અહીં તાલીમ લેવા માટે આવે છે.મનોહર લાલે આ પ્રસંગે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની જરૂરિયાત છે. દેશ અને વિદેશમાં આ ખેતી તરફ ખેડૂતો અને ગ્રાહકોનો ઝૂકાવ વધી રહ્યો છે. આ ખેતી ન માત્ર ખેડૂતો માટે લાભદાયક છે પરંતુ તેનાથી ઉતપન્ન થનારા કૃષિ ઉત્પાદનો ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. હરિયાણા સરકાર પ્રાકૃતિક ખેતીને વધારો આપવા માટે સતત પ્રયત્નશીલ છે.


જ્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે આજે ખેતીમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશકનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જેનાથી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે. આજે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની જરૂર છે. તેનાથી તેમની આવકમાં પણ વધારો થશે અને પાણીના બચાવની સાથે જમીનનો પણ બચાવ થશે. પ્રાકૃતિક ખેતીનું ભોજન શુદ્ધ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security