‘સમ્રાટ પૃથ્વીરાજ’ પછી હવે અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે. ડિરેક્ટર મહેશ માંજરેકરની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’માં અક્ષય કુમાર જોવા મળશે. આ ફિલ્મ સાથે અક્ષય કુમારે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એક્ટરે ફિલ્મની પહેલી ઝલક પણ શૅર કરી હતી.
ફિલ્મમાં બલિદાનની વાત કરવામાં આવી
વસીમ કુરૈશીના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં શિવાજી મહારાજના સ્વરાજ્યના સપનાઓની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં હિંદુ સ્વરાજ્યની સફળતા તથા નિઃસ્વાર્થ ત્યાગ ને બલિદાનની વાત કરવામાં આવી છે. અક્ષય કુમારે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું હતું, ‘જય ભવાની, જય શિવાજી.’
અભક્ષયે કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજીનો રોલ પ્લે કરવો સૌભાગ્યની વાત
અક્ષય કુમારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આજે મરાઠી ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ કરી રહ્યો છું. આ ફિલ્મમાં શિવાજી મહારાજજીનો રોલ પ્લે કરવો મારા માટે સૌભાગ્યની વાત છે. હું તેમના જીવનમાંથી પ્રેરણા તથા માતા જિજાઉના આશીર્વાદથી મારો પૂરતો પ્રયાસ કરીશ. આશીર્વાદ આપજો.’
ફિલ્મ 2023માં રિલીઝ થશે
અક્ષય કુમારની આ ફિલ્મ 2023માં દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મ મરાઠી ઉપરાંત હિંદી, તમિળ, તેલુગુમાં પણ આવશે. અક્ષય ઉપરાંત ફિલ્મમાં જય દુધને, ઉત્કર્શ શિંદે, વિશાલ નિકમ, હાર્દિક જોશી, સત્યા, નવાબ ખાન તથા પ્રવીણ તરડે છે.