Published by : Rana Kajal
હાલમાં સોમવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મસ્જિદને તેના પરિસરમાંથી હટાવવાના 2017ના હાઈકોર્ટના આદેશ સામેની અપીલને ફગાવી દીધી હતી અને મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના આદેશની પુષ્ટિ કરી હતી. મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે મસ્જિદ 1950થી છે અને તેને આ રીતે હટાવવાનું કહી શકાય નહીં તેમણે વધુમા જણાવ્યુ કે 2017માં સરકાર બદલાઈ અને બધું બદલાઈ ગયું. નવી સરકારની રચનાના 10 દિવસ બાદ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જો સરકાર અમને જમીન આપે તો અમને વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર કરવામાં કોઈ સમસ્યા નથી. આમ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.