15 ઓગસ્ટ, જન્માષ્ટમી અને હવે ગણેશ ઉત્સવ છવાયો નેલ આર્ટમાં…
નેલ આર્ટ શું છે ?
નેલ આર્ટ એટલે નખ પર અલગ-અલગ કલર દ્વારા ડિઝાઈનથી કરવામાં આવતી રંગોળી. તેનાથી નખને એલીગન્ટ લૂક આપી શકાય છે.
સતત 2 વર્ષ કોરોનાને કારણે ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. કોવિદ-19 ની રવાનગી બાદ દરેક તહેવારોની આનંદ-ઉલ્લાસભેર ઉજવણી થવાની છે, દરેક તહેવારની અસલ રોનક પાછી આવી માટે હવે લોકો કોઈપણ પ્રોગ્રામ કે ફંક્શન થીમ બેઝ્ડ રીતે કરે છે, જેમકે નેલ આર્ટ મેરેજ રિલેટેડ, ફેસ્ટીવલ રિલેટેડ હોય છે, કિડ્ઝ ગર્લમાં કાર્ટૂન બેઝડ થીમ પર નેલ આર્ટનો ક્રેઝ છે.
ગણેશજીના ચિત્રનું નેલ આર્ટમાં બે કલાકની મહેનત
હવે યુવતીઓ ગણેશ ઉત્સવ માટે અષ્ટવિનાયકનું અને ગણેશજીનું નેલ આર્ટ કરાવવા લાગી છે. ગણેશ ઉત્સવ માટે અષ્ટવિનાયકનું, ગણેશજીનું નેળ આર્ટ કરાવવા લાગી છે.

યુવતીઓએ 15 મી ઓગસ્ટની થીમ પર નેલ આર્ટ કરી વ્યક્ત કર્યો હતો દેશભક્તિ પ્રેમ
આઝાદી કા અમ્રુત મહોત્સવ અને હાર ઘર તિરંગાથી પ્રેરિત થઈ સુરતની ઘણી બધી કોલેજીયન યુવતીઓએ દેશા ભાવનાને વ્યક્ત કરવા નેલ આર્ટનું માધ્યમ પસંદ કર્યું હતું. 15 મી ઓગસ્ટને લઈને યુવતીઓએ નખ પર તિરંગા, અશોકચક્ર અને તિરંગા કલરના નેલ પોલિશથી નેલ આર્ટ કરાવ્યુ હતું. નેલ આર્ટ લગભગ 2 મહિના રહે છે.

જન્માષ્ટમી પર મોરપીંછ અને ભગવાન કૃષ્ણાનું નેલ આર્ટનું આકર્ષણ હતું
હવે દરેક તહેવારોના સમયે યુવતીઓમાં નેલ આર્ટનો ક્રેઝ વધ્યો છે, જન્માષ્ટમી દરમિયાન ખાસ કરીને કૃષ્ણના મોરપીંછ માટે અલગ-અલગ પ્રકારની નેલ પોલિશ લેવામાં આવી હતી. મોરપીંછનું નેલ આર્ટ નખ પર ખૂબ આકર્ષક લાગતું હતું એટલે મીરપીંછના નેલ આર્ટ માટે યુવતીઓને ઘેલછા દેખાઈ હતી.