Published by : Rana Kajal
હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો વિવાદ ચરમસીમા પર છે. ત્યારે અદાણી જૂથ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવતા હિડનબર્ગ રિસર્ચના સૂત્રોએ મક્કમતા સાથે જણાવ્યુ હતુ કે તે કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે. તેમજ પોતાના રિપોર્ટ પર અડગ છે.
હિડનબર્ગ રિસર્ચ તરફથી એવુ નિવેદન કરવામાં આવ્યું છે કે તેમના રિપોર્ટ બાદ અદાણી જૂથે એકપણ ગંભીર મુદ્દાનો જવાબ આપ્યો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે રિપોર્ટ દ્વારા અદાણી ગૃપ સામે 88 મુદ્દા ઉભા કરવામા આવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે અદાણી જૂથે ઍક પણ મુદ્દાનો જવાબ આપ્યો નથી સાથેજ અપેક્ષા મુજબ હિડનબર્ગના 106 પાનાના 32હજાર શબ્દોના અને 720 ઉદાહરણો સાથે બે વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને રિસર્ચ કર્યાં વિનાનો રીપોર્ટ અદાણી જૂથ દ્વારા કહેવામાં આવ્યો તેમજ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપવામા આવી. હિડનબર્ગ રિસર્ચ દ્વારા એમ પણ કહેવાયું છે કે અદાણી જૂથની કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકીનુ અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કાયદાકીય કાર્યવાહી અમેરીકામાં કરવી જોઈએ જ્યાં દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે




