વર્ષ 2022 હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ મુખ્યમંત્રી પદના ચહેરા માટે કોંગ્રેસમાં હજુ ખેંચતાણ ચાલી રહી છે. 9મી ડિસેમ્બરના રોજ શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમા કોઈ નિર્ણય ન લેવાતાં આખરે તમામ ધારાસભ્યોએ એક લીટીનો ઠરાવ પસાર કરી મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં 68થી 40 બેઠકો જીતી લીધી છે. ચૂંટણીમાં કોંગ્રેસે બહુમત માટે જરૂરી 35 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ભાજપની 25 બેઠકો મળી હતી. જ્યારે અપક્ષોએ 3 બેઠકો જીતી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પણ મુખ્યમંત્રીના ચહેરાને લઈને સતત બે દિવસથી CM ઉમેદવારની પંસદગી બાબતે દાવેદારોમાં ખેંચતાણ ચાલુ છે. પરંતુ હિમાચલ પ્રદેશ CM પદના ઉમેદવાર માટે હજુ સુધી કોઈ ચહેરો નક્કી થયો નથી. જ્યારે અહીં ગુજરાતની વાત કરીએ તો ભાજપે એક જ દિવસમાં CM ઉમેદવારની સાથે પુરા મંત્રીમંડળની રચના કરી દેવામાં આવી છે.
આ વિવાદનો અંત લાવવા હવે કોંગ્રેસ હાઈકમાન્ડે નવો માર્ગ શોધી લીધો હોવાના પણ અહેવાલ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજીવ શુક્લા અને ભૂપેશ બઘેલ સાથે ચર્ચા કર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ પણ લીલી ઝંડી આપી દીધી છે.




