Published By : Patel Shital
- સ્ટાર બનીશ અને ઘરની ગરીબી દુર કરીશ…
- આશાસ્પદ કિશોરે ઘર છોડ્યું…
- માતા પિતા ચિંતામા ગરકાવ…
- કિશોર માયાનગરી મુંબઇ ગયો હોવાની અટકળો…
યુવાનોમાં આજે પણ ફિલ્મ સ્ટાર બનવાનો ક્રેઝ જણાઈ રહ્યો છે. આખા દેશમાંથી મુંબઇ ખાતે સ્ટાર બનવા ખુબ મોટી સંખ્યામાં યુવાનો આવી રહ્યા છે તે પૈકીના ખુબ ઓછા સ્ટાર બની શકે છે. સ્વપ્ના જોવા ખોટી બાબત નથી પરંતું સ્વપ્ના સાકાર કરવા માટે ખુબ કઠિન સંઘર્ષ કરવો પડે છે.
ભરૂચ નગરમાં રહેતા કિશોરે પણ સ્ટાર બનવાનું સ્વપ્ન જોઈ મુંબઇ તરફની વાટ પકડી હોય તેવી અટકળો ચાલી રહી છે. આ કિશોરે તેની માતાને જણાવ્યુ હતું કે એક દિવસ મોટો સ્ટાર બનીશ અને અભિનય કરી ઘરની ગરીબી દૂર કરીશ…
ભરૂચ નગરના એક વિસ્તારમાં રહેતા 11 વર્ષ કરતા વધુ વય ધરાવતો એક કિશોર સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ કિશોર વારંવાર તેની માતાને જણાવતો કે તે મુંબઇ જશે. એક દિવસ સ્ટાર બનશે અને અભિનય કરીને ખુબ પૈસા કમાશે તેમજ ઘરની ગરીબી દૂર કરશે.
એક દિવસ કિશોર સ્કૂલે જવા ઘરેથી નીકળ્યો હતો. પરંતું પરત ન આવતા આખરે કુટુંબીજનોએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.