Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના અમલદારોએ પણ સાવધ થઈ જેવા ખરૂ...

ભરૂચના અમલદારોએ પણ સાવધ થઈ જેવા ખરૂ…

Published By : Patel Shital

  • રાજ્ય સરકારે આપી ચીમકી…
  • ચોમાસામા માર્ગોને ક્ષતિ થશે તો જવાબદાર સામે કરવામાં આવશે કડક કાર્યવાહી…

હવે ચોમાસાની ઋતુ શરૂ થવાના આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોમાસા અંગે આગવુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સરકારના તમામ અધિકારીઓને જરૂરી તાકીદ પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે મોટા શહેરના સરકારી અધિકારીઓને કડક સૂચના આપી છે કે તમામે ફોન પર ઉપલબ્ધ રહેવું તેમજ લોકોની રજૂઆતો અને ફરિયાદોનો ત્વરીત નિકાલ કરવો.

સાથે જ અધિકારીઓને એવી સુચના આપવામાં આવી છે કે અત્યારે બનેલ માર્ગોને ચોમાસાથી કોઇ ક્ષતિ થશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રિ મોન્સુન સમીક્ષામાં હાલ તુરત મોટા નગરો પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે.

પરંતું મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં ભરૂચ જેવા નગરો માટે પણ સરકાર આવા નિર્ણયો લઈ શકે છે. જો આમ થાય તો ભરૂચ નગરના અમલદારોએ પણ જ્યારે લોકો તકલીફ કે સમસ્યામાં હોય તેવા સમયે ફોન સ્વીચ ઓફ ન કરીને ફોન પર ઉપલબ્ધ રહેવું પડશે.

સાથે જ ભરૂચ નગરમાં જ્યાં દર વર્ષે ચોમાસામાં માર્ગ બિસ્માર થઈ જતા હોય છે. રસ્તા પર મસમોટા ખાડા પડી જાય છે ત્યારે જો આ વર્ષે પણ આવી જ પરિસ્થતિ સર્જાશે તો સરકાર દ્વારા જવાબદારો સામે આકરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. એમ જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security