Published by : Disha Trivedi
સ્કિન જેટલું જ મહત્વ વાળનું પણ હોય છે. પ્રદૂષણથી યુક્ત હવા અને પાણી વાળને અનેક રીતે નુકશાન પોહચાડતાં હોય છે. સ્ત્રી અને પુરુષોમાં વાળને લઈને સામાન્ય તકલીફ હેરફોલની હોય છે.
તો જાણીએ , દાદીમાંના જૂના અને સરળ નુસ્ખાઓ જે તમને તમારા વાળ હેલ્થી રાખવામાં અને તેનો ગ્રોથ વધારવામાં પણ અચૂક મદદ કરશે.
કુંવરપાઠુ: ભારતીય કુંવારપાઠાના પાનનો રસ વાળના વિકાસમાં સુધારો કરવા અને વાળ ખરતા નિયંત્રણ માટે વાળ ધોવા માટે વાપરી શકાય છે.
લીંબુનો રસ : તમારા તાળવા ઉપરની ચામડી અને વાળમાં તાજા લીંબુનો રસ અથવા કેરિયર તેલમાં ભેળવેલું લીંબુ લગાવો. (તમે સ્નાન કરો અથવા તમારા વાળ શેમ્પૂ કરો તે પહેલાં) જે વાળને સ્વસ્થ રાખવા અને તેના વિકાસમાં મદદ કરે છે.
બીટનું જ્યુસ : બીટ તમારા વાળના મૂળને અન્ય કંઈપણ કરતાં વધુ સારી રીતે મજબૂત બનાવે છે અને તમને તંદુરસ્ત વાળને જાળવવામાં ઉપયોગી નીવડે છે.
નારિયેળનું દૂધ : એક કપ નારિયેળનું દૂધ લો અને તેને તમારા માથા અને વાળમાં લગાવો. તમારા માથાની આસપાસ ટુવાલ લપેટો અને તેને 20-30 મિનિટ રહેવા દો. ત્યારબાદ, તમારા વાળને થોડા શેમ્પૂ અને ઠંડા પાણીથી ધોઈ લો.
જો તમારા ઘણા વાળ ખરતા હોય, તો તે ભીના હોય ત્યારે ક્યારેય કાંસકો ન કરો!
વાળ ખરવાથી છુટકારો મેળવવા માટે વધુ પડતું પીવાનું કે ધૂમ્રપાન કરવાનું ટાળો!
દિવસનું ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીઓ!
વધારે પડતાં કેમિકલ યુક્ત શેમ્પૂ , હેર કલર, હેર ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળો, દેશી ઉપચારો અપનાવો!