એમ કહેવાય છે કે દુનિયામાં કશુજ અશક્ય નથી માત્ર સારો આશય, સાચી દિશા અને પુરુષાર્થ સાથે વડીલો અને ઉપરવાળાના આશીર્વાદ જરુરી હોય છે જૉકે સુનીલ કહે છે કે લોન લેતા પહેલા વિચારવુ આ બાબતને સમર્થન આપતો ઍક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેની વિગત જોતા અમેરિકામાં રહેતા અને ભારતીય મૂળના સુનિલ સિંહની કહાણી કોઇ ફિલ્મ જેવી જ છે. તેઓ વર્ષ 2002માં માત્ર 300 ડોલર એટલે કે ત્યારના હિસાબે 10 હજાર રૂપિયા લઇને અમેરિકા ગયા હતા. પરંતુ આજે તે પિઝા કિંગ તરીકે મશહૂર છે. વાસ્તવમાં, વર્ષ 1994માં સુનિલે ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. આ જ દરમિયાન તેમના સંબંધીએ તેમને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કર્યા. સુનિલ અમેરિકા તો પહોંચી ગયા, પરંતુ કોઇ નોકરી ન મળી. તેમને મુશ્કેલીથી રેસ્ટોરન્ટમાં એક કૂક તરીકેની નોકરી મળી હતી.
વર્ષ 1999માં સુનિલે 39 વર્ષની ઉંમરમાં કમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમમાં માસ્ટર્સ કર્યું,ત્યારબાદ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી મળી, પરંતુ મંદીને કારણે તેમની છટણી કરાઇ. ત્યારબાદ સુનિલે પોતાનો પિઝા બિઝનેસ શરૂ કરવાનુ વિચાર્યું, પરંતુ તે માટે તેમની પાસે મૂડી ન હતી. પરિણામે, તેમણે પિઝા ડિલિવરીનુ કામ કર્યું હતુ આ કામ અંદાજે 3 વર્ષ સુધી કર્યા બાદ તેમણે 2 લાખ ડોલરની કમાણી કરી. વર્ષ 2002માં સુનિલે પાપા જોનની ફ્રેન્ચાઇઝી ખરીદી. અત્યારે તે પાપા જોનની 38 ફ્રેન્ચાઇઝી અને 8 ટ્રોપિકલ સ્મૂથી કેફે ફ્રેન્ચાઇઝીના માલિક છે. તેમના હેઠળ 700 કર્મચારીઓ કામ કરે છે. સુનિલ કહે છે કે હું ભારતીય સમુદાયના કાર્યક્રમમાં નિ:શુલ્ક પિઝા સર્વિસ આપુ છું એટલે જ તેને લોકો પ્રેમથી ‘પિઝા કિંગ’ કહે છે સુનિલ સિંહે બિઝનેસ કરનારાને લોન ન લેવાની સલાહ આપી છે. લોન લો તો જલદી ચુકવણી કરો. કોઇ કામ નાનું મોટું હોતું નથી. તેમ દરેક કામ માટે તૈયાર રહો. મેં પિઝાની ડિલિવરી સુધીનું કામ કર્યું. બિઝનેસ ત્યારે જ શરૂ કરો, જ્યારે પ્લાન તૈયાર હોય.