Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 202212 નવેમ્બરે યોજાશે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા....

12 નવેમ્બરે યોજાશે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા….

  • 8 ડિસેમ્બરે મતગણતરી
  • વાતાવરણને લઈને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓની તારીખ વહેલી જાહેર કરી : EC

કેન્દ્રના ચૂંટણી આયોગ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને હિમાચલ પ્રદેશની ચૂંટણની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 12 નવેમ્બરે મતદાન યોજાશે જયારે 8 ડિસેમ્બરે માટે ગણતરી હાથ ધરવામાં આવશે.

ECએ કહ્યું- કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી . મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને તેમાં ‘લોકશાહીનો તહેવાર’ પણ ઉમેરાવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ કરવામાં આવી છે. ઉપરાંત નવા મતદાતાઓ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેઓ દિવ્યાંગ છે તેઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 100 વર્ષ કરતા વધુ આયુના મતદાતાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ યુવા મતદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

હિમાચલ પ્રદેશની ચૂંટણીના કાર્યક્રમ ઉપર એક નજર

નોટિફિકેશન જાહેર તારીખ : 17.10.22

ઉમેદવારી પાત્ર ભરવાની અંતિમ તારીખ : 25.10.22

ઉમેદવારી પાત્ર ચકાસણી તારીખ : 27.10.22

ઉમેદવારી પાત્ર પાર્ટ ખેંચવાની અંતિમ તારીખ : 29.10.22

મતદાનની તારીખ : 12.11.22

મતગણતરીની તારીખ : 8.12.22

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ : 10.12.22

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security