Published by : Rana Kajal
ગુજરાત સમિટમાં ઠગ સંજય રાયને એવોર્ડ પણ અપાયો…. કિરણ પટેલ જેવીજ એમ. ઓ. સંજય ની પણ… આર્થિક ઠગોની દુનિયામાં કિરણ પટેલને પણ ઝાંખો પાડે તેવા ઠગના વિવિઘ પ્રકરણો સપાટી પર આવી રહ્યા છે. વડાપ્રધાનથી માંડીને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથેની તસવીરોનો ખાસ ઉપયોગ કરી સંજય રાય મોટામોટા કૌભાંડો આચરતો હતો… સંજય રાય મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના શેરપુર ગામનો રહેવાસી છે. તે રોજી રોટીની શોધમાં ગુજરાત આવ્યો હતો. સંજય પ્રસાદે શરૂઆતમા ગાંધીધામ ખાતે નોકરી કરી. ત્યાર બાદ ખટપટ અને ગોરખધંધા શરૂ કરી થોડાજ સમયમા વગદાર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ ગયો. એટલું જ નહિ પરંતું કંડલા એનર્જી ઍન્ડ કેમિકલ કપની શરૂ કરી જેની હેડ ઓફિસ અમદાવાદનાં પોશ વિસ્તારમાં શરૂ કરી. જોકે હાલ રૂ 249 કરોડની બેંક લોન બાકી હોવાથી અમદાવાદ ના મીઠા ખળી ખાતેના કૃષ્ણા કોમ્પલેક્ષની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. સાથે જ સ્ટેટ બેંકે સંજય રાય ને ડીફોલટર જાહેર કરી દિધો છે. તોડબાજ અને ઠગ સંજય રાયે પોતાની આગવી ઓળખથી ઈન્કમટેકસનો કેસ પતાવવા ઍક ઉદ્યોગ પતિ સાથે રૂ 11કરોડ ની ડીલ કરી રૂ 6 કરોડ મેળવી લીધા હતા. જે અંગે આઇબી એ સંજયને કાનપુર રેલ્વે સ્ટેશન પરથી પકડી પાડ્યો છે. લખનઉના વિભૂતિ ખંડ પોલીસ મથક ખાતે તેની વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. પ્રારંભિક તપાસમાં પોલિસને મળેલ માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આર એસ એસ ના સુપ્રીમો મોહન ભાગવત, નડ્ડા, મંત્રી અનુરાગ ઠાકુર, કેશવ પ્રસાદ મૌર્ય વગેરે સાથે સારો સંબધ હોવાનો દાવો કરી સંજય લોકોને ઠગતો હતો. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાથે બેસી મનકી બાત કાર્યક્રમ નિહાળતો ફોટો પણ તે લોકોને બતાવતો હતો.. તે સંજય શેરપુરિયાના નામે ઓળખાતો હતો… સંજયે સંજય ફોર યુથ નામની સંસ્થા પણ શરૂ કરી હતી. જેની ઍક શાખા વડોદરા માં પણ છે પરંતું આ સંસ્થા ધ્વારા પણ લોકોને ઠગવાના કાર્યો કરવામા આવ્યાં હતા. આવી કંપનીઓ દ્વારા સંજય બ્લેક મની ને વ્હાઈટ પણ કરતો હોવાનું જણાયું છે. મહાઠગ કિરણ પટેલ અને સંજયની ઠગલીલામાં ઝાઝો ફરક જણાતો નથી.