Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujarat23 ફેબ્રુઆરીથી શરૂ થશે વિધાનસભા સત્ર, પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ...

23 ફેબ્રુઆરીથી શરૂ થશે વિધાનસભા સત્ર, પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરાશે સરકારી વિધેયક..

Published by : Vanshika Gor

આગામી 23 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે.જેમાં રાજ્યપાલના સંબોધન બાદ વિધાન સભામાં પેપર લીક બિલ રજૂ થશે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભામાં પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ સરકારી વિધેયક રજૂ કરાશે. પેપરલીક બાદ સરકાર પર માછલા ધોવાયા હતા. સરકારે ગત સપ્તાહ તમામ MLA ને બિલ અભ્યાસ માટે આપ્યુ હતુ.

પેપર લીક કરનારાઓની હવે ખેર નથી !
ગત મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ.જે બાદ સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો.આ પરીક્ષામાં 9 લાખથી પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, હૈદરાબાદથી પેપર લીક થયું હતુ અને બાદમાં પોલીસે કાર્યવાહી હાથ ધરીને કેટલાંક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જો કે પેપરલી કાંડ બાદ હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે.

વિધાનસભાના બજેટ સત્રમાં આ મામલે બિલ રજૂ કરવામાં આવશે.બજેટ સત્રમાં જાહેર પરીક્ષાના પેપર ફોડવા સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને એક કરોડનો દંડ અને પાંચથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા સાથેનું બિલ રજૂ કરવામાં આવશે. જો પેપર લીકમાં વિદ્યાર્થી સામેલ હોય તો ભરતી પ્રક્રિયામાં પ્રતિબંધ અને આરોપીઓની મિલકત જપ્ત કરવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security