Published by : Vanshika Gor
શિવરાત્રિ બાદ હવે કાશી હોળીના રંગમાં રંગાવા જઈ રહી છે. બનારસમાં હોળીની શરૂઆત રંગભરી એકાદશીથી શરૂ થાય છે. આ દિવસે બાબા વિશ્વનાથ ગૌરા એટલે કે માતા પાર્વતીનું આણુ તેડવા જાય છે. રંગ-ગુલાલ સાથે કાશીવાસીઓ બાબા સાથે હોળી રમતા આ આણામાં સામેલ થાય છે. આ દરમિયાન બાબા વિશ્વનાથની રજત પ્રતિમાને ખાદીના કપડા અને અકબરી ટોપી પહેરાવવામાં આવે છે. મહત્વની વાત એ છે આ અકબરી ટોપીને છેલ્લા 250 વર્ષથી બનારસનો એક મુસ્લિમ પરિવાર તૈયાર કરે છે. જેનું તે મહેનતાણુ પણ લેતા નથી. દરેક વખતની જેમ આ વખતે પણ બાબાની ખાસ પાઘડી તૈયાર થઈ રહી છે. જેની તૈયારીમાં મુસ્લિમ પરિવાર લાગી ગયો છે.
બનારસની ભક્તિ, સંગીત અને ખાણીપીણી જેટલી પ્રસિદ્ધ છે, એટલુ જ પ્રસિદ્ધ ત્યાંનું તાના-બાના. આ તાના-બાનામાં ગંગા જમુની-તહજીબની ડોર ખૂબ મજબૂત માનવામાં આવે છે, કેમ કે આ ડોરને બનારસના લલ્લાપુરા વિસ્તારમાં રહેવાર ગ્યાસુદ્દીનનો પરિવાર મજબૂતીથી પકડેલા છે. ગ્યાસુદ્દીનનો પરિવાર પેઢી દર પેઢી બાબા વિશ્વનાથની રજત પ્રતિમા માટે ખાસ પાઘડી તૈયાર કરે છે. રંગભરી એકાદશીએ બાબા આ પાઘડી પહેરીને પોતાની સાસરી પાર્વતીને લઈ જાય છે. અત્યારે બનારસમાં હોળીના પર્વની શરૂઆત થાય છે. બાબાની રજત પ્રતિમા જ્યારે ખાદી વસ્ત્ર પહેરીને આ પાઘડીને પહેરી નીકળે છે તો શ્રદ્ધાળુ એકીટશે નિહાળતા રહે છે. મુસ્લિમ પરિવાર સાથે પાઘડી બનાવવાની શરૂઆત બાબા વિશ્વનાથના મહંત પરિવારે કરી હતી જે આજ સુધી ચાલુ છે.