Published By : Disha Trivedi
આસામના તિનસુકિયાના 26 વર્ષીય નયન જ્યોતિ સાયકિયા સ્વ-શિક્ષિત રસોઈયો છે. તે તેના પિતા સાથે ચાની ખેતી કરતો હતો અને તેને રસોઇ બનાવવાનો ખૂબ શોખ હતો.
માસ્ટરશેફ ઈન્ડિયા ઓડિશનમાં તેને શેફ વિકાસ ખન્ના દ્વારા નયન જ્યોતિએ એક વાનગીનું નામ ચૌક્સ એયુ ક્રેક્વેલિન રજૂ કર્યું હતું, જેમાં દૂધ , ચોકલેટ , ખાંડ , દહીં અને ડ્રાય ચોકલેટ સાથે કેક બનાવવામાં આવી હતી. જજ રણવીર બ્રાર તેમની વાનગીની રજૂઆતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
નયનજ્યોતિએ 2014માં જ્ઞાન વિજ્ઞાન એકેડેમી, ડિબ્રુગઢ કૉલેજમાંથી સ્નાતકનું શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે નયનજ્યોતિ કૉલેજમાં હતો, ત્યારે તેને સમજાયું કે તે રસોઈમાં આગળ કંઈક કરવા માંગે છે. પરંતુ તેના પરિવારના સમર્થનના અભાવને કારણે તે પોતાનું એક રેસ્ટોરન્ટ ઓપન કરવાનું સપનું પૂરું કરી શક્યો નહીં.
ત્યારે આજે નયન જ્યોતિ માસ્ટર શેફ ઇન્ડિયાના ફાઈનલ 7 કન્ટેસ્ટન્ટમાંથી એક છે. એક એહવાલ મુજબ નયન જ્યોતિ માસ્ટર શેફની ટ્રોફી જીતી ચૂક્યો છે જેનું ફાઈનલ આબુ ધાબીમાં યોજાય ચૂક્યું છે.