Published by : Rana Kajal
બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 81 છે. એક્સર્ટ્સના જણાવ્યા અનુસાર, IPO લોન્ચ થવામાં હજુ એક દિવસ બાકી છે
જો તમે IPOમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે એક સુવર્ણ તક છે. દેશમાં નાસ્તા અને મીઠાઈ બનાવતી કંપની બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ તેનો આઈપીઓ લઈને આવી રહી છે. બિકાજીએ સોમવારે IPOની પ્રાઇસ બેન્ડ 3 નવેમ્બર 2022ના રોજ રૂ. 285 થી રૂ. 300 વચ્ચે નક્કી કરી છે. આ પ્રારંભિક જાહેર ઓફર 3 નવેમ્બર 2022 ના રોજ ખુલશે અને તે પછી તે 7 નવેમ્બર 2022 ના રોજ બંધ થશે. તમને જણાવી દઈએ કે અપર પ્રાઇસ બેન્ડ મુજબ બિકાજી IPOનું કદ 881.22 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે શેરબજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ ગ્રે માર્કેટ અને પ્રાઇમરી માર્કેટ સાથે જોડાયેલું છે