Home Ahmedabad 66વર્ષની ઉમરે ગરબે ઘૂમી આગવી ઓળખ ઉભી કરનાર બા કહે છે કે...

66વર્ષની ઉમરે ગરબે ઘૂમી આગવી ઓળખ ઉભી કરનાર બા કહે છે કે ફિટનેસનુ રહસ્ય ઠાકોરજીની કૃપા….

0

અમદાવાદ

મોટી ઉંમરે ગરબામાં ઘુમનારા સ્વાભાવિક રીતે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે લોકો અને ખાસ કરીને ગરબામાં ઘૂમતા યુવાનો ઍવી ચર્ચા કરતાં હોય છે કે આટલી ઉંમરે આવી ફિટનેસ કેવી રીતે જાળવી શકાય… જેનો જવાબ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતાં 66 વર્ષના રસીલાબેન ઠકકર આપતા જણાવે છે કે ઠાકોરજીની કૃપા હોય તો ફિટનેસ જાળવી શકાય… આમ પણ રસીલાબેન ઠકકરનુ જીવન સંઘર્ષમય રહ્યુ હતુ… હાલમાં પણ તેઓ લોકોના ઘરે રસોઈ બનાવી જીવન ગુજરાન કરે છે .. રસીલા બેન કે જેમને ગરબાવાળા બા તરીકે ઓળખવામાં આવે છે .. તેઓ સવારે 6 થી રાત્રીના 1 વાગ્યા સુઘી સતત કામ કરતા રહે છેઃ… વર્ષ 2017માં ગરબા ગાતાં રસીલાબેન ઠકકરની આગવી  ઓળખ ઊભી થઇ હતી… કાંદિવલી મોહન નગર ખાતે રહેતા રસીલા બહેન સૌરાષ્ટ્રના જામનગર અને પોરબંદર સાથે સંબંધ ધરાવે છે દીકરા અને વહુના અવસાન બાદ હવે દિકરી સાથે રહે છે… એકવાર રસીલા બાને ગરબે ઘૂમતા જોઈ ફાલ્ગુની પાઠકે તેમને બોલાવી ગરબે ઘૂમતો વિડિયો તૈયાર કરી વાયરલ કર્યો હતો અને ત્યાર બાદ રાતોરાત બા ગરબાના સ્ટાર બની ગયા હતા… હવે તો ગુજરાત સહીત વિવિઘ વિસ્તારોમાંથી બાને ગરબામાં ઘુમવા આમંત્રણ મળી રહ્યા છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version