ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર ગૂગલે પણ ડૂડલ દ્વારા લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. ગૂગલ-ડૂડલ તમામ મોટા પ્રસંગોએ ખાસ પ્રકારના ડૂડલ દ્વારા તેમને યાદ કરે છે. ગણતંત્ર દિવસના અવસર પર ગૂગલે ખૂબ જ ખાસ ડૂડલ શેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે ગૂગલ દ્વારા શેર કરવામાં આવેલ ડૂડલ ભારતીય કલાકાર પાર્થ કોઠેકરે બનાવ્યું છે. ગુજરાતના અમદાવાદના પાર્થ કોઠેકરે અદ્ભુત ડૂડલનું બનાવ્યુ છે.
અત્રે મહત્વની વાત એ છે કે પાર્થે આ ડૂડલ કાગળને કાપીને બનાવ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ ભવન પાછળ દેખાય છે. આ સાથે પરેડના તમામ મહત્વના પાસાઓને આ આર્ટવર્ક દ્વારા દર્શાવવામાં આવ્યા છે. પાર્થ કોઠેકરનો જન્મ અમદાવાદ શહેરમાં થયો હતો અને તે પોતાની સર્જનાત્મકતા કાગળની એક શીટ વડે બતાવે છે. તે પહેલા કાગળ પર હાથ વડે સ્કેચ કરે છે અને પછી તેને કાપીને બનાવે છે. પાર્થે વધુ અભ્યાસ કર્યો નથી. તેણે પોતે જાન્યુઆરી 2021માં એક ઈન્ટરવ્યુમાં આ અંગે માહિતી આપી હતી. તેને અભ્યાસમાં બહુ રસ નહોતો, તેથી જ તેણે હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી એનિમેશનમાં તેની કારકિર્દી શરૂ કરી છે. પાર્થની આર્ટવર્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Behance પર દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં લંડનના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં તેમની આર્ટવર્ક પ્રદર્શિત કરવામાં આવી હતી.