Published By : Patel Shital
- ચરણસ્પર્શ કરે છે મહેન્દ્ર સિંહ ધોની…
હાલમાં કોર્પોરેટ જગતમાં એક નામ સાંભળવા મળી રહ્યું છે શીલા સિંહ. તે 800 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. ખાસ વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ તેના પગ સ્પર્શ કરે છે. શીલા સિંહ MSDની પત્ની સાક્ષીની માતા અને તેની સાસુ છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ MSDની ધોની એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની દેખરેખ CEO શીલા સિંહ કરે છે. અહેવાલો અનુસાર શીલા સિંહ, જે ધોનીની સાસુ છે, તે અબજો ડોલરની કંપનીના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 2020 સુધીમાં સાક્ષી ધોની અને તેની માતા શીલા સિંહ બંને ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સુકાન પર છે. માતા-પુત્રીની ટીમમાં, એમ.એસ. ધોનીના પ્રોડક્શન હાઉસે મોટી સફળતા હાંસલ કરી છે, કંપનીની વૃદ્ધિ જોઈ છે અને નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. શીલા સિંહે કંપનીમાં પ્રથમ CEOની ભૂમિકા નિભાવી છે. તેમજ વધુમાં રિપોર્ટ્સ અનુસાર ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ શીલા સિંહ અને સાક્ષી ધોની સાથે કંપનીની નેટવર્થ માત્ર 4 વર્ષમાં 800 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. હાલમાં સાક્ષી ધોની એમ.એસ. ધોનીની પ્રોડક્શન કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે. ધોનીએ ઘણા બિઝનેસ અને પ્રોજેક્ટમાં પૈસા લગાવ્યા છે. જેના કારણે તેની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાની આસપાસ છે. સાક્ષી સિંહ રાવત અને એમ.એસ. ધોની પહેલીવાર 2007માં ધોનીની કોલકાત્તાની મેચ માટે મુલાકાત દરમિયાન મળ્યા હતા. સાક્ષી તાજ બંગાળ હોટલમાં ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. તેણીની હોસ્પિટાલિટી ઉદ્યોગની ભાગીદારી ઉપરાંત સાક્ષી ધોની સાથે ચેન્નાઈમાં સ્થિત રાંચી રેઝ હોકી ક્લબની સહ-માલિક પણ છે. તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4.8 મિલિયન ફોલોઅર્સ છે.