Published By : Disha PJB
ગત રોજ સાંજે 6:30 કલાકે બીપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાયું હતું. ત્યારબાદ રાજ્યમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પશુઓના મૃત્યુ, દિવાલો ધસી પડી અને હજારો વૃક્ષો ધરાશયી થવાના બનાવો બન્યા. એવામાં વડોદરા શહેરના નગરપાલિકામાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી વડોદરા મહાનગરપાલિકાની ઇલેક્શન વોર્ડ નંબર સાતની ઓફિસ પાસે વડનું વિશાળકાય વૃક્ષ એકાએક તેજ ગતિથી ફુકાયેલા પવનના કારણે ધરાશાયી થયું હતું.
વૃક્ષ પડવાથી ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો એક રીક્ષા અને બે દ્વિચક્રી વાહનોને પણ વૃક્ષ પડવાના કારણે નુકસાન થયું છે. ઝાડ પડી જવાથી નાગરવાડા જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી અને ઝાડને ટીમ વર્ક કરી ખસેડી, રોડ પુનઃ શરૂ કરવા માટે કામગીરીમાં જોતરાયા હતા…
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.