એશિયા કપમાં ભારત પાકિસ્તાન નહીં જવાની ટિપ્પણી બાદ બુધવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી પ્રતિક્રિયા આવી હતી, જેમાં 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપ અને ICC ઈવેન્ટ્સમાં તેની અસર થવાની વાત કહેવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું છે કે ભારતની ટીમ એશિયા કપમાં જશે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય લેશે કારણ કે સુરક્ષા એક મોટો મુદ્દો છે અને ખેલાડીઓની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય તેઓએ એમ પણ કહ્યુ હતું કે “પાકિસ્તાન સહિત તમામ મોટી ટીમો ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે.આ બીસીસીઆઈનો મુદ્દો છે અને તેઓ તેનો જવાબ આપશે. ભારત એક રમતની મહાસત્તા છે, જ્યાં ઘણા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આવતા વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ હશે અને વિશ્વભરની તમામ મોટી ટીમો તેમાં ભાગ લેશે. કારણ કે તમે કોઈપણ રમતમાં ભારતને અવગણી શકો નહીં. ભારતે રમતગમત, ખાસ કરીને ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે. તેથી આવતા વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. અને તે એક ભવ્ય અને ઐતિહાસિક ઘટના હશે. જ્યાં સુધી પાકિસ્તાન જવાની અને ત્યાંની સુરક્ષાની વાત છે તો ગૃહ મંત્રાલય નિર્ણય લેશે. માત્ર ક્રિકેટની વાત નથી પરંતુ ભારત કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી. અનુરાગ ઠાકુરે આ વાત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઈવેન્ટ દરમિયાન કહી હતી.
એશિયા કપમાં ભારતની પાકિસ્તાન મુલાકાત અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશેઃ ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર..
RELATED ARTICLES




