- ફૂલ ૩૬ પાનાનુ તહોમત નામુ જાહેર કરાયુ….
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિવિઘ રાજકીય પક્ષો દ્વારા સામ સામે આક્ષેપોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા ભાજપ પર ૩૬ પાનાનું તહોમત નામુ જાહેર કરવામાં આવ્યુ છે. કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સિંહ સોલંકી એ હાલમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ સામેના તહોમતનામાનો ઉલ્લેખ કરી ભાજપ પર સીધા આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે ભાજપે ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગનો વિકાસ માટે કોંગ્રેસે નિર્ણાયક પ્રયાસો કર્યા હતા. ભાજપ ખોટા શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે માત્ર અને માત્ર વિવિઘ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરી લોકોનું જીવન હરામ કરી નાખ્યું છે. સાથે જ ભરત સિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું કે રૂ. ચાર લાખ કરોડના દેવા સાથે ગુજરાતમાં શિક્ષણ, આરોગ્યની સેવાઓ, તેમજ અનાજ પાણી મોંઘા થઈ ગયા છે.




