Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના જીએસએફસી ટાઉનશિપનાં મકાનમાં ગેસનો બોટલ ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો...  

વડોદરાના જીએસએફસી ટાઉનશિપનાં મકાનમાં ગેસનો બોટલ ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો…  

  • બ્લાસ્ટને કારણે મકાનમાં હાજર બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી
  • આસપાસનાં મકાનોને પણ નુકશાન પહોંચ્યું

વડોદરાના જીએસએફસી ટાઉનશિપના મકાનમાં ગેસનો બોટલ ફાટતા બ્લાસ્ટને પગલે બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી હતી. બ્લાસ્ટને કારણે આસપાસના મકાનોને પણ નુકશાન પહોંચ્યું.

મળતી માહિતી અનુસાર વડોદરાના જીએસએફસી ટાઉનશિપના મકાન નંબર 728માં આજરોજ સવારે ગેસનો બોટલ ફાટયો હતો. જેને પગલે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખું મકાન ધરાશાયી થઇ ગયું હતું. બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો મકાનમાં હાજર બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને કારણે આસપાસનાં મકાનોને પણ નુકશાન પહોંચવા પામ્યુ હતુ.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security