જંબુસરના નિર્મલ મોહન કોટવાડિયા(માછી)ને હૃદય ટ્રાન્સપ્લાન્ટ ૩૫ લાખની મદદની જરૂરી પડી છે જેને પગલે ગરીબ માતા-પિતાએ પુત્રના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવાર દાતાઓ પાસે ગુહાર લગાવી છે રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર બાદ ચેન્નાઈની એમજીએમ હોસ્પીટલમાં સારવાર હેઠળ વિદ્યાર્થી વાહરે લોકો આગળ આવે તે માટે શ્રમજીવી પરિવારે મદદ માંગી છે પુત્રની સારવાર માટે પરિવારે સાંસદ મનસુખ વસાવા,જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ અને રાજ્યના આરોગ્ય કમિશ્નરને પણ રજૂઆત કરી છે.જેઓના પ્રયાસથી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત હૃદય રોગના દર્દીને આપવામાં આવતી સારવાર કાર્ડ હેઠળ આપવામાં આવી હતી હૃદય રોગની બીમારીથી પીડાતા બાળક માટે મજૂરી કરી ગુજરાન ચલાવતા માતા-પિતા અસક્ષમ છે.ત્યારે દાતાઓ આગળ તેવી આશા સેવી પરિવાર બેઠો છે.
મદદ કરવા માંગતા દાતાઓએ મોબાઈલ નંબર-૯૯૭૯૫૮૭૨૬૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.




