અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સારંગપુર ગામના પાટિયા પાસેથી બાતમીના આધારે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે ચાર ઇસમોને ૫.૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.વી.૫૩૧૫ ઝઘડિયા તરફથી ગેરકાયદેસર રીતે ભંગાર ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બાજુ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સારંગપુર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડા સળિયા સહિતનો ૩૯૫૦ કિલો ગ્રામ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલકની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આવતા જી.આઈ.ડી.સી.પોલીસે મૂળ યુપીના અને હાલ અંસાર માર્કેટમાં કિશન અગ્રવાલના ગોડાઉનમાં રહેતો ટેમ્પો ચાલક જીતેન્દ્ર નિર્મલ ખરવા,પલકધારી જવાહાર જેસ્વાલ,રીન્કુ ઝીંક કહાર અને સુરેશ રામબચન સિંગને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા પોલીસે ૧.૩૮ લાખનું ભંગાર અને ટેમ્પો મળી કુલ ૫.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર પોલીસે 5.38 લાખના ભંગાર સાથે 4 ઇસમને ઝડપી પાડયા…
RELATED ARTICLES




