- AAP CM ઉમેદવાર ઇસુદાન ગઢવી અને AAP નેતા મનીષ સિસોદિયાએ ભાજપે કંચન જરીવાલાનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા
સુરત પૂર્વ બેઠક પર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરતના પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લીધુ છે. ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા તેઓના પરિવાર સાથે ગુમ થઈ ગયા હોવાના AAP CM ઉમેદવાર ઇસુદાન ગઢવી તેમજ AAP નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે.તો સાથે સાથે કંચન જરીવાલાના પરિવાર સદસ્યો પણ ગાયબ થઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
આવા સમાચારો વચ્ચે કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચવા માટે બહુમાળી ભવન પહોંચ્યા હતા. જ્યારે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું. ફોર્મ પરત ખેંચવા સાથે અધિકારીની સાથે વાતચીત કરી હતી. કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને રાજીખુશીથી ફોર્મ પરત ખેચ્યું હોય તેવું અધિકારી સમક્ષ કંચન જરીવાલાએ જણાવ્યું હતું.




