Published by : Rana Kajal
ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. હવે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઇ છે.જ્યારે માંજલપુર બેઠક ઉપર મયંક પટેલ, અતુલ પટેલ, અનાર પટેલ, યોગેશ પટેલ વચ્ચે કોકડું ગુચવાયું છે.




