ભારતીય માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Kooને એલોન મસ્કની ટ્વિટરની ખરીદીથી ફાયદો થતો જણાય છે. કંપનીના સહ-સ્થાપક મયંક બિડવાટકાના જણાવ્યા અનુસાર, કૂ હવે વિશ્વનું બીજું સૌથી મોટું માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ બની ગયું છે. તેના યુઝર્સની સંખ્યા 50 મિલિયનને વટાવી ગઈ છે.
Koo ના CEO અને સહ-સ્થાપક અપ્રેમ્યા રાધાકૃષ્ણાએ જણાવ્યું હતું કે માત્ર 2.5 વર્ષમાં આપણે આજે વિશ્વમાં બીજા સૌથી મોટા માઇક્રો-બ્લોગ છીએ. અમારા લોંચ થયા ત્યારથી અમારા વપરાશકર્તાઓએ અમારા પર વિશ્વાસ કર્યો છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત સિવાય કુ એપ હાલમાં અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સિંગાપોર, કેનેડા, નાઈજીરિયા, યુએઈ, અલ્જેરિયા, નેપાળ અને ઈરાન સહિત 200થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે. કુ 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.




