Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdatePOK પર કાર્યવાહી કરવા સેના તૈયાર….

POK પર કાર્યવાહી કરવા સેના તૈયાર….

  • સેનાના કમાન્ડના ચીફે કહ્યું–’સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છીએ…
  • Pok પર જરુરી લશ્કરી કાર્યવાહી કરવા માટે સેના તૈયાર છે, સેનાના કમાંન્ડ ચીફે જણાવ્યુ ..

નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ઍક મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે જણાવ્યુ હતુ કે- ભારત સરકાર જ્યારે આદેશ આપશે, તો તરતજ સેના POK પર કાર્યવાહી કરશે.તેમણે એમ પણ જણાવ્યું કે પીઓકેના મુદ્દે સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ સરકાર આદેશ આપશે ત્યારે સેના સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, ભારતમાં ઘૂસણખોરી કરવા માટે આશરે 160 આતંકવાદીઓ પાકિસ્તાની લોન્ચપેડ પર હાજર છે. પરંતું અમે તેમની યોજનાઓને સફળ થવા દઈશું નહીં. તા.3 નવેમ્બરે હિમાચલ પ્રદેશના કાંગડામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન લોકોએ કહ્યું કે હવે POK પણ ભારતમાં જોઈએ. આ વિશે રક્ષા મંત્રીએ કહ્યું…ધીરજ રાખો, ધીરજ રાખો. રાજનાથ હિમાચલના બહાદુર જવાનોની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન રેલીમાં હાજર લોકોએ પીઓકેના નારા પણ લગાવ્યા હતા. તે સાથે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ પર કહ્યું, રાજ્યમાં આતંકવાદ રોકવા ઘણું કામ કરવામાં આવ્યું છે. આનાથી ગુસ્સે થઈને આતંકવાદીઓ દ્વારા આ રીતે ક્યારેક પિસ્તોલ અને ક્યારેક હથિયારો મોકલવાના પ્રયાસો કરવામાં આવે છે અને નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ આતંકવાદીઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ થઈ શકશે નહીં. તેમણે દાવો પણ કર્યો કે કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ઘણું બદલાઈ ગયું છે. રાજ્યમાં આતંકવાદ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. આશરે 160 આતંકવાદીઓ લોન્ચપેડ પર બેઠા છે. જેમાં 130 આતંકીઓ પીર પંજાલની ઉત્તરમાં અને 30 પીર પંજાલની દક્ષિણમાં હાજર છે. સમગ્ર અંતરિયાળ વિસ્તારમાં કુલ 82 પાકિસ્તાની આતંકવાદીઓ અને 53 સ્થાનિક આતંકવાદીઓ છુપાયેલા છે. આ સિવાય પાકિસ્તાન સતત ડ્રગ્સ મોકલવાની કોશિશ કરી રહ્યું છે. તાજેતરમાં, અમે કરોડો રૂપિયાની દવાઓ જપ્ત કરી છે. અમે સરહદ પર જે આતંકવાદીઓને મારી રહ્યા છીએ, આ લોકો કહે છે કે તમે દાણચોરોને મારી રહ્યા છો. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન દરરોજ ડ્રગ્સ વેચવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે ચોકાવનારી બાબત એ પણ છે કે આતંક વાદીઓ માં 35 ટકા યુવાનો 20 વર્ષથી ઓછી ઉંમરના આતંકવાદી છે. 55 ટકા યુવાનો 20-30 વર્ષની વચ્ચે આતંકવાદી બની રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security