- વિધાનસભા ચૂંટણી ટાણે સિંધરોટ ગામમાથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો..
- FSL અને ATS સહિતની ટીમો તપાસ માટે પહોચી ગઈ..
વડોદરા જિલ્લાનાં સિંઘ રોટ ગામની સીમમાં ખેતરમાં શેડ બનાવી એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા કરાતી હોવાની બાતમી મળી હતી જેનાં આધારે ડ્રગ્સ અંગેની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોદામમાં એટીએસની ટીમે રાતના સમયે દરોડો કરી કાર્યવાહી હાથ ધરી હતી. એટીએસના દરોડામાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હોવાનું પ્રાથમિક તપાસમા સપાટી પર આવ્યું છે. સિંધરોટ પાસે મહિસાગરનાં કાંઠે લીલેરીયા ફાર્મહાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીને એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાની બાતમી આધારે એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના 8 વાગ્યાનાં અરસામાં દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ રેઇડ દરમિયાન મોટો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળે છે અને ચાર થી પાંચ જણાંની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગોડાઉનમાંથી મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હતું. કેટલા સમયથી આરોપીઓ આ ગોરખધંધો ચલાવતાં હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. એટીએસ દ્વારા વડોદરામાં રેઇડ કરાઈ તે પહેલાં એસજીએસટી વિભાગની ઈન્વેસ્ટિગેટિવ વિંગ અને એટીએસ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, અને ગાંધીધામમાં 44 જેટલી પેઢીઓના 64 સ્થળે મંગળવારે વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. હજી પણ ડ્રગ અંગે ચોકાવનારી વિગતો સપાટી પર આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.




