Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકચ્છમાં રૂ 100 કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની તપાસ શરૂ… ભલ ભલા...

કચ્છમાં રૂ 100 કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની તપાસ શરૂ… ભલ ભલા કોભાંડ નાં સુરાગ મળે તેવી સંભાવના..

  • દરોડા:કચ્છમાં 100 કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની તપાસ શરૂ થઈ હતી

ગૂજરાત રાજ્યમાં ચૂંટણી પૂર્વે કચ્છમાં આવકવેરા વિભાગની 30થી વધુ ટીમની દરોડાની કાર્યવાહીમાં આશરે રૂ. 22 કરોડની બેનામી મતા મળી આવી હતી. આ દરમિયાન આચારસંહિતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને અહેવાલ અપાયો હતો, પરંતુ વિવિધ દસ્તાવેજોની તપાસ પછી મોટા હવાલા કૌભાંડના સંકેત મળ્યા હતા. એવું કહેવાય છે કે, આ દિશામાં જો કોઇ રાજકીય વગ કામ નહીં કરી જાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શંકા સેવાઈ રહી છે.

આ અંગે સૂત્રોના જણાવ્યાનુસાર આ સામૂહિક દરોડામાં આવકવેરા અધિકારીઓને વિવિધ વેપારીઓના બેનામી વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા છે. કચ્છમાં દાન કરવાના નામે કેટલાક ઉદ્યોગગૃહો સુધી પણ આ રેલો જતો હોવાથી અનેકની ઊંઘ ઊડી ગઇ છે. આમ, આવકવેરા વિભાગને માટે ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો ઘાટ સર્જાયો છે અને તેથી જ ચૂંટણીના કારણે આ તપાસમાં ચૂપચાપ ઝડપ આવી ગઈ છે અને સામા પક્ષે ‘ઘીના ઠામમાં ઘી’ પડી રહે અને કુલડીમાં જ ગોળ ભંગાઇ જાય તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે તપાસમાં જણાયું છે કે ભુજ સ્થિત નવનિર્મિત ખાનગી હોસ્પિટલનું અમદાવાદની જાણીતી હોસ્પિટલ સાથે જોડાણ થયું છે. દેશ-દુનિયામાં જે દાતાઓએ કરુણા ભાવથી વતનીઓને ઉપયોગી થવાના હેતુથી દાન આપ્યું હતું તે દાનની રકમ કેટલાક લોકોએ સિફતપૂર્વક દાતાઓને અંધારામાં રાખીને હેરફેર કરી નાખી છે. આ હેરફેરની રકમનો આંકડો રૂ. 100 કરોડથી વધુનો થવા જાય છે. આ ભેજાબાજોએ દાતા પાસેથી આફ્રિકાના જે તે દેશના ચલણમાં નાણાં લીધા છે અને તેના બદલામાં પોતાના ત્યાંના ધંધા-વેપારનાં નાણાંના હિસાબો સેટ કર્યા છે. બાદમાં તે વ્યવહારો અહીં ભારતીય ચલણમાં બતાવી દીધા છે. એટલું જ નહીં આફ્રિકાના જે દેશમાંથી દાન આવ્યું છે ત્યાં આ લોકોએ સરકાર સાથે પણ કરાર કરીને અંગત વ્યવસાય સેટ કર્યા છે, પરંતુ તે વ્યવહારોમાં સેવાનો હેતુ જ બતાવાયો હોવાથી અત્યાર સુધી કશું બહાર આવ્યું નથી.

કેટલાક ઉદ્યોગગૃહ સુધી રેલો કચ્છ સ્થિત એકથી વધુ મોટા ઉદ્યોગૃહોએ આ સેવાની યોજનામાં કરોડોનું દાન આપ્યું છે. આ ઉદ્યોગગૃહો પર આક્ષેપ છે કે, તેમણે આફ્રિકન દેશમાં મીઠાનું ઉત્પાદન, બટાકાની ખેતી અને મોટા બાંધકામમાં ભાગીદાર બતાવીને દાન અપાયુ છે અને આ રીતે કાળું નાણું સફેદ કરી અપાયું છે.આ અંગે વધુ તપાસ દરમિયાન મોટાં કોભાંડ બહાર આવે તેવી સંભાવના છે…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security