Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateઅનિલ અંબાણીની RCL કંપનીની પ્રોપર્ટી વેચવા કાઢી, 19 ડિસેમ્બરે હરાજી કરાશે..

અનિલ અંબાણીની RCL કંપનીની પ્રોપર્ટી વેચવા કાઢી, 19 ડિસેમ્બરે હરાજી કરાશે..

  • બિડિંગની પ્રક્રિયા 21 ડિસેમ્બર, 2022ના દિવસે સમાપ્ત
  • કંપનીએ બેંકનું 2,400 કરોડનું ડિફોલ્ટ કર્યું હતું

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ દેણામાં ફસાયેલી છે. આ કંપનીને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે, કંપનીની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે માટે બિડર્સ ઈ-ઓક્શનની પ્રક્રિયા લગભગ છેલ્લા પડાવ પર છે. RCLની પ્રોપર્ટીની 19 ડિસેમ્બરથી હરાજી કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ કામની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ એક ઈ-નીલામી હશે. કોસ્મિયા-પિરામલે કંપની ખરીદવા માટે રૂ. 5,300 કરોડની ઓફર કરી છે. આવી સ્થિતિમાં, આ રકમ આ ઇ-પેમેન્ટમાં મૂળ કિંમત તરીકે રાખવામાં આવી છે. આ બિડિંગ 21 ડિસેમ્બર, 2022ના દિવસે સમાપ્ત થઇ જશે.

આ બિડિંગના બીજા રાઉન્ડની યોજના છે

બિડિંગનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી, બીજા રાઉન્ડ માટે પ્રથમ બિડની શ્રેષ્ઠ બિડ કિંમત કરતાં રૂ. 750 કરોડથી વધુ રાખવામાં આવશે. ત્રીજા રાઉન્ડમાં છેલ્લી શ્રેષ્ઠ બિડ કરતાં રૂ. 500 કરોડ વધુ રાખવાની યોજના છે. આ સાથે, આ હરાજીમાં ન્યૂનતમ બિડ 250 કરોડ રૂપિયાની હોવી જોઈએ.

કંપનીએ બેંકનું 2,400 કરોડનું ડિફોલ્ટ કર્યું હતું

રિલાયન્સ કેપિટલ ગયા વર્ષે બેંક પાસેથી 2,400 કરોડ રૂપિયાની લોનમાં ડિફોલ્ટ થઈ છે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી ડિફોલ્ટિંગ કંપનીની ઈ-ઓક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયાઓ નાદારી સંહિતા, 2016 મુજબ હાથ ધરવામાં આવી રહી છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ઈપીએફઓએ કંપનીઓને સારી બિડ મેળવવા માટે કંપનીને વધુમાં વધુ બિડ કરવા કહ્યું છે.

આ ચાર કંપનીઓ પાસેથી મળેલી બિડ્સ

રિલાયન્સ કેપિટલને આ ચાર બંધનકર્તા બિડ મળી છે. આ સિવાય કોસ્મિયા-પિરામલ, ઓકટ્રી, હિન્દુજા અને ટોરેન્ટ ગ્રુપે પણ બિડ કરી છે. અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં, રિલાયન્સ કેપિટલ, જે એક નોન-ફાઇનાન્સિયલ કંપની છે તેના દ્વારા ઇન્સોલ્વન્સી કોડથી હરાજી કરવામાં આવી રહી છે. રિલાયન્સ કેપિટલ આ નિયમ હેઠળ હરાજી થનારી ત્રીજી NBFC છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security