- સેન્સર બોર્ડે મેકર્સ પાસે રિવાઇઝ્ડ કોપી માંગી
- બેશરમ રંગના ગીત પર કેટલાક સમય પછી ચાલી રહ્યો છે વિવાદ
વિવાદોમા રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં કેટલાક બદલાવ કરવામાં આવશે. પઠાણના ગીત બેશરમ રંગમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ કેસરી બિકીનીમાં જોવા મળી હતી. આના પર વિવાદ શરૂ થયો, ત્યારબાદ પઠાણને સેન્સર બોર્ડમાં મોકલવામાં આવ્યો. ફિલ્મમાં હવે કેટલાક સીન અને ગીતો બદલવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ગુરુવારે ફિલ્મ નિર્માતાઓને પરિવર્તન માટે સૂચનો આપ્યા છે. પઠાણના ગીત બેશરમ રંગ પરના વિવાદ વચ્ચે, CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું- અમે નિર્માતાઓને ફિલ્મની રજૂઆત પહેલા સુધારેલા સંસ્કરણ અમને સબમિટ કરવા કહ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મને જોયા બાદ આ સૂચન કર્યું હતું. CBFCના ચેરપર્સન પ્રસૂન જોશીએ પઠાણ પર કહ્યું, ‘સેન્સર બોર્ડ હંમેશા સર્જનાત્મકતા અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવે છે. પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે.




