અંકલેશ્વરના પદ્માવતી સોસાયટીમાં રૂમ પાર્ટનર બે ઈસમોએ વિડીયો બનાવી વાયરલ કરતા યુવાનને આત્મહત્યા કરવા મજબુર કરતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
મધ્યપ્રદેશના ચુંદ ખાતે રહેતા સુરેન્દ્રસિંગ રામહર્ષસિંગ સોમવંશીના પુત્ર અતુલસિંગ સુરેન્દ્રસીંગ સોમવંશી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગરમાં ભાડે રૂમ લઇ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની કેહાન ટેક્ષટાઈલ્સ કંપની કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો ગત તારીખ-૪-૯-૨૨ના રોજ અતુલસિંગ સુરેન્દ્રસીંગ સોમવંશીએ તેની પત્નીને ફોન કરી તેના રૂમ પાર્ટનર રામુ ફૂલચંદ રાય વિડીયો બનાવી અન્ય પ્રદીપ ઉર્ફે પદ્યુમન લાલમન કેશવ પ્રસાદ મિશ્રા વિડીયોને વાયરલ કરે છે જે બાદ બીજા દિવસે ફરી ફોન આવ્યો હતો અને બંને રૂમ પાર્ટનરો જબરજસ્તી દારૂ પીવડાવી માર મારે છે જેમ કહી મેં જા રાહુ હું જાન બુજ્કે વિડીયો બનાયા હે ત્યારબાદ અતુલસિંગએ પદ્માવતી સોસાયટી સ્થિત કાજી કોમ્પ્લેક્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની જાણ પરિવારજનો થઇ હતી પરિવારજનોએ યુવાનને આત્મહત્યા કરવા મજબુર કરનાર રામુ ફૂલચંદ રાય અને પ્રદીપ ઉર્ફે પદ્યુમન લાલમન કેશવ પ્રસાદ મિશ્રા વિરુદ્ધ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને ઇસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.