વિશ્વ ક્રિકેટ ઈતિહાસને નવા આયામ આપનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે નવા આયામ સર કરવા જઈ રહી છે. પુરૂષ IPLની ભવ્ય સફળતા બાદ હવે ભારતમાં મહિલા IPLના મંડાણ થઈ રહ્યાં છે. વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ હવે ભારતમાં મેચ રમતા જોવા મળશે. BCCIએ મહિલા IPLની ટીમોના ઓક્શનનું પરિણામ જાહેર કર્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લાંબી રાહ જોયા બાદ આખરે મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગની જાહેરાત કરી છે. બોર્ડે 25 જાન્યુઆરી, બુધવારે લીગની નવી 5 ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. મેન્સ આઈપીએલની 7 ફ્રેન્ચાઈઝીમાંથી માત્ર મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સના માલિકોને તેમાં ફ્રેન્ચાઈઝી મળી છે. જાહેરાત અનુસાર BCCIને આ હરાજીથી 4669.99 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
આ સિવાય બોર્ડે લીગનું નામ પણ રાખ્યું છે – મહિલા પ્રીમિયર લીગ (WPL).
આ વર્ષે માર્ચમાં પ્રથમ વખત શરૂ થનારી આ નવી ટૂર્નામેન્ટ માટે BCCIને ઘણી કંપનીઓ પાસેથી બિડ મળી હતી, ત્યારબાદ બીસીસીઆઈએ બુધવારે 5 સૌથી વધુ બોલી લગાવનાર ફ્રેન્ચાઈઝીના નામની જાહેરાત કરી હતી. આ હરાજીમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌ શહેરોને ફ્રેન્ચાઈઝી મળી છે. આ પાંચેય શહેરોમાં IPL ફ્રેન્ચાઈઝી પહેલેથી જ હાજર છે.આ વર્ષે માર્ચમાં પ્રથમ વખત શરૂ થનારી આ નવી ટૂર્નામેન્ટ માટે BCCIને ઘણી કંપનીઓ પાસેથી બિડ મળી હતી, ત્યારબાદ બીસીસીઆઈએ બુધવારે 5 સૌથી વધુ બોલી લગાવનાર ફ્રેન્ચાઈઝીના નામની જાહેરાત કરી હતી. આ હરાજીમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌ શહેરોને ફ્રેન્ચાઈઝી મળી છે. આ પાંચેય શહેરોમાં IPL ફ્રેન્ચાઈઝી પહેલેથી જ હાજર છે.
અમદાવાદ-અદાણી માટે ખુશખબર :
રસપ્રદ વાત એ છે કે આ હરાજીમાં અમદાવાદના ફાળે પણ એક ટીમ આવી છે. પુરૂષ IPLમાં ગુજરાતની ફ્રેન્ચાઈઝી Gujarat Titansને ખરીદવામાં પાછળ રહી જનાર અદાણીએ આ વખતે તરખાટ મચાવી છે.
અમદાવાદની ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે જ સૌથી વધુ બોલી લગાવવામાં આવી છે. અદાણી સ્પોર્ટ્સલાઈને અમદાવાદની ફ્રેન્ચાઈઝી રૂ. 1289 કરોડમાં ખરીદી છે તેમ BCCI એક નિવેદનમાં જણાવ્યું છે.
વિમેન્સ પ્રીમિયર લીગની ટીમોની હરાજી પહેલા, Viacom18 એ ડિઝની સ્ટાર અને સોનીને હરાવીને પાંચ વર્ષ માટે 951 કરોડ રૂપિયામાં આગામી મીડિયા અધિકારો ખરીદ્યા હતા.

વિમેન્સ પ્રીમિયર લીગમાં સામેલ ટીમો નીચે મુજબ છે.
- અદાણી સ્પોર્ટ્સલાઇન, અમદાવાદ, રૂ. 1289 કરોડ.
- Indiawin Sports, મુંબઈ, 912.99 કરોડ
- રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ, બેંગલુરુ, 901 કરોડ
- JSW GMR ક્રિકેટ, દિલ્હી, 810 કરોડ
- કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ, લખનૌ, 757 કરોડ