- 775 લોકોના આધાર કાર્ડ વેરિફિકેશન, 191 બી રોલ, ICGS ના 235 અને 16 વાહનો ડિટેઇન કરાયા
- ભરૂચના અંકલેશ્વર અને દહેજ પરપ્રાંતીય વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા પોલીસનું પાંચ કલાક કોમ્બિન્ગ
- વિવિધ પોલીસ સ્ટેશનના 15 અધિકારીઓ સાથે 70 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા
74 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર અને જંબુસરમાં જિલ્લા પોલીસે 5 કલાક સૂકી કોમ્બિન્ગ કર્યું હતું.
ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંકામ કરતા શ્રમિકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. શ્રમિકો સાથે અન્ય રાજ્યોમાં તથા જિલ્લાઓમાં ગુનો આચરી નાસ્તા-ફરતા હોય તેવા ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો પણ આશરો લઈને રહેતા હોય છે.
ભરૂચ SP ડો. લીના પાટીલ દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અંકલેશ્વર બી ડિવિઝન તથા દહેજ પોલીસ સ્ટેશન ખાતે રહેતા શ્રમિકોવાળા વિસ્તારમાં બુધવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરાયુ હતું. એલસીબી, એસ ઓ જી તથા વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શકમંદ ઈસમોને ચેક કરી તેઓના આધાર કાર્ડ ડેટા વેરીફાઈ કરાયા હતા. આઈ સી જી એસ પોર્ટલમાં પણ તેઓનો ડેટા ચેક કરવામાં આવ્યો તથા બહારના રાજ્યની શકમંદ વ્યક્તિઓના બી રોલ ભરવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન બન્ને પોલીસ સ્ટેશનના વિસ્તારના 775 લોકોના આધાર કાર્ડ વેરિફિકેશન, બી રોલ 191, આઈ સી જી એસ પોર્ટલ 235 તથા 16 વાહન ડીટેઈન કરવામાં આવ્યા.

ભરૂચ પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવશે. કોમ્બિનગમાં એલસીબી, એસઓજી, અંકલેશ્વરના તમામ ડિવિઝન, દહેજ પોલીસ, મરીન. , ભરૂચ, વાગરા પો. સ્ટે.ના મળી કુલ 15 અધિકારી તથા 70 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.




