અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ જી.આઈ.ડી.સી.બસ ડેપોમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો બેગ અને કાપડની થેલીમાં લઇને ઉભો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૪૪ નંગ વિદેશી દારૂની બોટલ અને એક ફોન મળી કુલ ૧૯ હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતના કામરેજની બસેરા સોસાયટીની ઝુપડપટ્ટીમાં રહેતો બુટલેગર સંદીપકુમાર ચંદ્રભુવન નિષાદને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.