ગત તારીખ-૨૮મી જાન્યુઆરીના રોજ સુરતના હજીરા રિલાયન્સમાંથી ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે નીકળેલ ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.એક્સ.૫૫૨૫ અને ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.ઝેડ.૫૫૯૨માંથી ચાલક બ્રજેશકુમાર અશોકકુમાર પાલ અને રામ વિલાસ શાંતિલાલ યાદવ અન્ય ઇસમની મદદ વડે અંકલેશ્વરની પરિવાર હોટલના પાર્કિંગમાં વાલ્વના નટ બોલ્ટ ઢીલા કરી જવલનશીલ ટોલ્યુન અને બેન્જીન સોલ્વન્ટ કારબામાં કાઢી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી કેમિકલ સગેવગે કરતા બંને ટેન્કરના ચાલકો સહીત અગાઉ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને ત્રણ ફોન અને કેમિકલનો જથ્થો મળી કુલ ૬૬.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કેમિકલ ખરીદી કરનાર માફિયા હિમંતસિંગ મારવાડી અને મુખ્ય સુત્રધાર વોચમેન હાસનખાન ઇલ્યાસ ખાન સહીત પાંચ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.




