Published by : Rana Kajal
પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે. જયસુખ પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે આવતીકાલે સુનાવણી થશે. આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી અને તા. 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થાય તે પૂર્વે જ જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કરી દેતા હવે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. કોર્ટના આદેશ બાદ તેમની ધરપકડ થઇ શકે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.




