બ્રિટનમા આશરે 5 દાયકા બાદ હિન્દુઓને પ્રથમ કાયમી સ્મશાન મળશે. હિન્દુ ધર્માદા સંસ્થાના અભિયાન પછી માંગણી પૂરી થઈ હતી…
દાયકાઓના સંઘર્ષ પછી આખરે બ્રિટનમાં હિન્દુઓનું પ્રથમ પર્પસ બિલ્ડ સ્મશાનઘાટ બનાવાશે. અંતિમ સંસ્કારમાં થતા તમામ કર્મકાંડ હિન્દુ ચેરિટી સંસ્થા અનુપમ મિશને તેને સ્વાિમનારાયણ મંદિરના કિનારે બનાવવાની માગ કરી હતી. લગભગ 5 દાયકાથી આ અભિયાન ચાલતું હતું. આથી, તે માત્ર બ્રિટન જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં પ્રથમ હિન્દુ સ્મશાનઘાટ હશે, જે દક્ષિણ-પૂર્વમાં બકિંઘમશાયરમાં બનશે.
અનુપમ મિશનના જણાવ્યા અનુસાર, સ્મશાન ઘાટનું નિર્માણ હિન્દુ પરંપરાઓને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે.અહીં એક ડાઈનિંગ હોલ, બે વેઈટિંગ રૂમ, બે પ્રાઈવેટ રિચ્યુઅલ રૂમ, એક મોટો હોલ અને સેપરેટ કેન્ટિન પણ હશે. બ્રિટનમાં રહેતા અનેક હિન્દુઓએ જણાવ્યુ હતુ કે, હિન્દુ રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેનો હવે અંત આવશે.




