Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરનાર આરોપીઓને ઝડપ્યા…

સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરનાર આરોપીઓને ઝડપ્યા…

  • ઉતરાણ પાસે ટ્રેનના પાટા ઉપર લોખંડનો બાકડો તથા લાકડાનો બાકડો મૂકી ટ્રેન ઉથલાવવાની કોશિશ

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુરતથી ઉત્રાણ વચ્ચે ટ્રેનના પાટા ઉપર લોખંડનો બાકડો અને લાકડાનો બાકડો મૂકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત 28 ડિસેમ્બર 2017ના રાત્રીના સમયે સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મુકી ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસ કરનાર આરોપી સચીન દિલીપ પાંડીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ પેહલા આ મામલે પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી હતી. આ બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતુ કે, આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન રેલવે એક્ટ મુજબ તે સાથે જ ગુનાહિત કાવતરુનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને 9 જેટલા આરોપીઓ નાસતાફરતા હતા. આ મામલે જે મુખ્ય આરોપી હતો તે સચીન દિલીપ પાંડીને જે ઓરીસ્સા જિલ્લાના ગંજામના ગામ કોદલા કોર્ટમાંથી ઝડપી પાડયો છે. આરોપીની તેના ગામમાંથી ધરપકડ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ પોલીસને પકડવા જતી હતી. પરંતુ તેના ગામમાં તેનો ખૂબ જ સપોર્ટ હોવાને કારણે તે પકડાઈ શકતો ન હતો. પરંતુ આ વખતે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક તેને પકડી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ બીજા બે ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે.જેમાં ઓક્ટોબર 2016માં 100 કિલો ગાંજો અને નવેમ્બર 2016 માં 150 કિલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મંગાવ્યુ હતુ.

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security