Published by : Anu Shukla
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રજૂઆત કરી છે. અને વસ્તી નિયંત્રણ અંગે જ નહિ પરંતુ કડક કાયદા લાવવા માટે રજૂઆત કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આખા બોલા સ્વભાવના કારણે સમયાંતરે ચર્ચામાં રહે છે. તેઓએ હાલમાં લોકસભામાં સરકારમાં પુનઃ એક વખત રજૂઆત કરી છે. આ રજૂઆત વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો લાવવા માટેની છે. તેઓએ જણાવ્યું છે કે વસ્તી વિસ્ફોટ ના કારણે રાષ્ટ્ર સામાજિક-આર્થિક અને પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલન તરફ વધી રહ્યો છે. વસ્તી વધારાના વિસ્ફોટનું જ કારણ છે કે દેશની અંદર જોશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતીક ધાર્મિક સ્થળોની હાલત બગડી રહી છે. ગરીબી, બેરોજગારી પ્રદૂષણ ,મિલાવટ અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહી છે. માત્ર જાગરૂકતાના સહારે આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે. દેશની અંદર કાનૂની પ્રાવધાન કરીને વિચાર કરી જનસંખ્યા નિયંત્રણ માટે વિશેષ પ્રયાસ કરવો પડશે. અને તેના માટે કડક કાયદા પણ કરવા પડશે તેમ તેઓએ રજૂઆત કરી છે.




